ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે.

તુ દોડતી જાય છે ને
મારાથી ચલાતું પણ નથી,

માટે
ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે…

ઘણા બધા સપનાઓ છે મારી આંખોમાં,
થોડાક તેં બતાવેલા, થોડાક મેં સંઘરેલાં.

કેટલાક સબંધો છે
મારી સાથે જોડાયેલા,

ઘણા બધા ઈશ્વરે આપેલા,
ને થોડા મેં બનાવેલા,

એ બધા મારાથી
છૂટી ન જાય એ માટે

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે.

કેટલીક લાગણીઓ છે હૃદયમાં,
ઘણી બધી ગમતી થોડીઘણી અણગમતી,

કેટલીક જવાબદારીઓ છે,
થોડીક જબરદસ્તી થોપેલી,
થોડીક મેં સ્વીકારેલી,

એ બધાનો ભાર ઉંચકીને
ચાલી શકું એ માટે

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે.

કેટલાકના હૃદયમાં
સ્થાન બનાવવું છે,
ને ઘણાયનું હૃદયમાં સ્થાન ટકાવવું છે,

કુદરતની સુંદરતાને માણવી છે,
ને કંઈક કરી બતાવવુ છે,

જવાબદારીઓ સાથે પોતાના સપના
પણ પુરા કરી શકું
એ માટે

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે.

કોઈને કડવાશથી
યાદ કરું
એવા વ્યવહાર ટાળ્યા છે,
લોકોના હૃદયમાં હંમેશા મુસ્કુરાતી યાદ બનીને રહું
એવા પ્રયત્ન કર્યા છે,

ભૂલથી પણ
કોઈના હૃદયને ઠેસ ન પહોંચે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે,

એ પ્રાર્થનાને
વાસ્તવિકતામાં
જોઈ શકું એ માટે

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે.

રેતની જેમ સમય
મુઠ્ઠી માંથી સરકે છે,
આજે સાથે ચાલીએ છીએ
કાલે સાથ છૂટી જાય,

ખુબ પ્રેમ કરુ છું તને,
આપણા બધા નો સાથ યાદગાર બને એ માટે

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે,