સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે મોટાભાગે બધા વિદ્યાર્થીમિત્રો પોતાનો Resume એટેચ કરીને ઈ -મેલમા કઈ પણ લખ્યા વગર (અને  ઘણીવાર  તો Subject મા કઈ પણ લખ્યા વગર) મોકલતા હોય છે.આ રીતે એપ્લાય કરવાથી એપ્લીકેશન રીજેક્ટ થવાની સંભાવના ઘણી વધી જાય છે.

 

ચાલો હું તમને કોઈ પણ કંપનીમાં HR ડીપાર્ટમેન્ટ કે  પછી HR Manager કઈ રીતે કામ કરે છે તે સમજાવું.

 

સામાન્ય રીતે કોઈ પણ કંપનીના HR Manager ને દરરોજ 50 થી 60 એપ્લીક્શન ઈ -મેલ દ્વારા મળતી હોય છે. તમે પણ વિચારી શકો કે અગર આપણી ઈ -મેલ એપ્લીકેશનમાં જો આપણે ફક્ત Resume એટેચ કર્યો હોય તો શું થાય. આવા મોટા ભાગ ના કેસ માં HR Manager ઈ -મેલ ડીલીટ અથવા તો ઇગ્નોર કરતા હોય છે.

 

આવું ના થાય એટલા માટે આપણે ઈ -મેલ એપ્લીકેશન નીચે કહ્યા મુજબ કરવી જોઈએ.

 

1) Email Subject : સૌ પ્રથમ ઈ -મેલ માં તમે કઈ માટે એપ્લાય કરી રહ્યા છો એ એકદમ ક્લીઅર હોવું જરૂરી છે.

દાખલા તરીકે,

“Applying for post of Java Developer (Fresher)”

કે

“Applying for post of Exp.Java Developer”

કે

“Applying for post of PHP Developer (Fresher)”

કે

“Applying for post of Exp.PHP Developer”

વગેરે વગેરે….

ઉપર બતાવ્યા પ્રમાણે લખવાથી HR Manager તમારી એપ્લીકેશન ઈ -મેલ શેના માટે છે તે ઈ -મેલ ખોલ્યા વગર જાણી શકશે. આ ઉપરાંત જો કોઈ વાર ભવિષ્યમાં (1-2 મહિના પછી) HR Manager તેના ઇન બોક્ષમાં કોઈ પોસ્ટ માટે એપ્લીકેશન શોધે ત્યારે પણ તમારી એપ્લીકેશન સર્ચ રીઝલ્ટ માં દેખાશે. આ ઉપરાંત Subject  માં ઉપર બતાવ્યા પ્રમાણે Fresher કે Experienced લખવું ખુબ જરૂરી છે.

 

2) Email Body/Content : અહીં તમારે 50 થી 100 શબ્દોમાં એપ્લીકેશન લખવી ખુબ જરૂરી છે.

 

દાખલા તરીકે,

———————————————————-

Respected Sir/Madam,

I am FIRST NAME + LAST NAME. I hereby want to inform you that I am having the extreme interest to make a good career with your esteemed organization. I have 1+ yearof professional PHP development experience.

Please do have a look in attached file of my resume.

I will remain in touch with my email id at EMAIL_ID or my cell phone, +91 CELL NUMBER

Thank you for your time and consideration, I am looking forward to have your positive reply.

Regards,

FIRST NAME + LAST NAME

———————————————————-

 

ઉપર બતાવ્યા પ્રમાણે લખવાથી HR Manager જાણી શકશે કે તમે Fresher છો કે Experienced. અને એ પણ તમારો Resume ખોલ્યા વગર.  આ ઉપરાંત તમારો ઈ -મેલ આઈ ડી અને મોબાઈલ લખવો પણ ખુબ જરૂરી છે. જેથી દરેક વખતે તમને  કોલ કરવા Resume ખોલવાની જરૂર ના પડે. આ રીતે એપ્લાય કરવાથી તમને ઇન્ટરવ્યુ કોલ આવવાની સંભાવના ઘણી વધી જશે.